/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/15152638/maxresdefault-83.jpg)
નર્મદા જીલ્લામાં રાજપીપળાની ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટેની મંજૂરી મળતા હવે જિલ્લાવાસીઓને સુરત અથવા વડોદરા સારવાર અર્થે જવાની જરૂર નહીં પડે
નર્મદા જિલ્લામાં કોરોના દર્દીઓમાં સખત વધારો થઇ રહ્યો છે અને જિલ્લામાં માત્ર એક રાજપીપલા કોવીડ હોસ્પિટલ છે અને નર્મદામાં કોરોના પોઝિટિવના 140 દર્દીઓ સારવાર હેઠળ છે અને રોજના 30 થી 40 દર્દી આવી રહ્યા છે જેમાંપણ રાજપીપલા કોવીડ હોસ્પિટલ માત્ર 1 સર્જન 2 MBBS બાકી આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરો થી ગાડું ગાબડાવાય છે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો ત્યારે દર્દીઓએ ના છૂટકે વડોદરા-સુરત ખાતે સારવાર અર્થે જવું પડે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપલાની આનંદ હોસ્પિટલને કોરોનની સારવાર માટે મંજૂરી આપવામાં આવી જે હોસ્પિટલ આજથી શરૂ કરવામાં આવી છે જેમાં 20 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે અને આઇસીયુ સાથે વેન્ટિલેટર સુવિધા સાથે શરૂ થતા હવે નર્મદા જિલ્લાવાસીઓને રાહત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવાએ પણ ખાનગી હોસ્પિટલને કોવિડની સારવારની મંજૂરી આપવા રજૂઆત કરી હતી