/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/15150553/maxresdefault-185.jpg)
ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના બનાવો રોકવા માટે કાયદો બન્યાં બાદ હવે ગુજરાતમાં પણ આવો કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે. ડભોઇના ભાજપના ધારાસભ્ય બાદ હવે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ કાયદો બનાવવાની માંગ સાથે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સળગતા મુ્દદાઓ પણ પોતાના વિચારો રજુ કરતાં સહેજ પણ અચકાતા નથી. હવે તેમણે આદિવાસી યુવતીઓને વેચી દેવાના કૌભાંડ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસી પટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે, આદિવાસી યુવતીઓને પ્રલોભનો આપી તેમને વેચી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી ચુકયાં છે. આવા બનાવો રોકવા ગુજરાતમાં પણ યુપીની જેમ સખત કાયદાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા પર ગુજરાતમાં આવા કાયદાની માંગ ઉઠાવી ચુકયાં છે.