નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોરોના રેપિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો, પ્રવાસીઓનું કરાય રહ્યું છે ટેસ્ટિંગ

New Update
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોરોના રેપિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો, પ્રવાસીઓનું કરાય રહ્યું છે ટેસ્ટિંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે હવે રેપિડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતાં દરેક પ્રવાસીઓએ હવે કોરોના રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવવાનો રહેશે.

કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે જેમાં નર્મદા જિલ્લો પણ બાકાત નથી નર્મદા જિલ્લામાં 25 થી 30 વધુ કેસો દરરોજના આવે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલમાં પ્રવાસીઓ માટે ખુલ્લું છે પરંતુ પ્રવાસીઓ આવે છે તેની કાળજી પણ રાખવામાં આવી રહી છે ત્યારે હવે આરોગ્ય વિભાગની એક ટીમ અહી તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ પ્રવાસીઓ આવે છે એ તમામ પ્રવાસીઓનો રેપિડ ટેસ્ટ કરી ત્યારબાદ તેઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ આપવામાં આવે છે. તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોરોના સંક્રમણ ન ફેલાય એમાટે તકેદારી રાખવામા આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Latest Stories