અંગીરા તડવીના સસરા દિનેશ તડવીને હાલમાં જ જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન બનાવાયા છે
નર્મદા જિલ્લા પંચાયત તેમજ મોટેભાગની તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનું જ શાસન છે. તો ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પણ નાંદોદ બેઠક પરથી કોંગ્રેસના પી.ડી.વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. આમ જોવા જઈએ તો જિલ્લાના રાજકારણમાં હાલ કોંગ્રેસનો જ દબદબો છે. ત્યારે જ નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ પોતાના હોદ્દા પરથી રાજુનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/07/fc543a58-118d-4ba9-a33e-3672b350d56f.jpg)
અંગીરા તડવીએ પોતાનું રાજીનામુ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આપવાની જગ્યાએ સીધું જ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યું છે. નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ અંગીરા તડવીના સસરા દિનેશ તડવીને હાલમાં જ નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન બનાવાયા છે. તેમ છતાં તેમણે કયા કારણોસર પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું એ મામલે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બાબતે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, નર્મદા જિલ્લા કોંગ્રેસમાં કેટલાંક હોદ્દેદારોને બાદ કરતાં જિલ્લાના મોટા ભાગના હોદ્દેદારોની અવગણના થઈ રહી છે.
અંગીરા તડવીએ આ બાબતે જણાવ્યું હતું કે, મેં મારુ રાજીનામું બે મહિના પહેલાં જ પ્રદેશ મહિલા સમિતિને મોકલી આપ્યું હતું. મેં અંગત કારણોસર રાજીનામુ આપ્યું છે. હું કોંગ્રેસ પક્ષની સૈનિકો છું હતી અને રહીશ. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા કોંગ્રેસમાં કોઈ જ જૂથવાદ નથી. તમામ કાર્યકરોને સાથે રાખીને જ ચાલીએ છીએ. સામાન્ય મનભેદ હોય તો એને જૂથવાદનું સ્વરૂપ ન આપી શકાય.
