Connect Gujarat
નવરાત્રી સંસ્કૃતિ

વિજયાદશમીએ આ મંદિરોમાં રાવણની થાય છે પૂજા, વાંચો ભારતમાં ક્યાં ક્યાં આવ્યા છે મહાવિદ્ધવાન રાવણના મંદિરો

વિજયાદશમીએ આ મંદિરોમાં રાવણની થાય છે પૂજા, વાંચો ભારતમાં ક્યાં ક્યાં આવ્યા છે મહાવિદ્ધવાન રાવણના મંદિરો
X

શારદિય નવરાત્રી દેશભરમાં ઉજવાય રહી છે ત્યારે 4 સપ્ટેમ્બર અને 9નું નોરતું અને દશેરા પર્વ પરમાતાજીના હોમહવન કરી માતાજીને વિદાય અપવામાં આવે છે. અને દશેરા પર લંકાપતિ રાવણને યાદ કરવામાં આવે છે રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવે છે , તો કયાંક રાવણની વિશેષ પૂજા કરવામાં આવે છે. તો ચાલો જોઈએ રાવણનું મંદિર ભારતમાં કઈ કઈ જગ્યા પર છે.

દર વર્ષે દશેરાનાં દિવશે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. કારણ કે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, " અસત્ય પર સત્યનો વિજય" થતાં આ દિવસને મનાવવામાં આવે છે. સાથે જ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પરંતુ હાલમાં પણ દશેરાનાં પર્વ પર ભારતમાં અમુક એવી જગ્યા છે જયાં લંકાપતિ રાવણની પૂજા કરવામાં આવે છે. ખરેખર આના પાછળનું કારણ શું છે, ચાલો જાણીએ.

હિમાચલ પ્રદેશ :


હિમાચલ પ્રદેશમાં રાવણની પૂજા કરવામાં આવે છે, અહી કાંગણા જિલ્લામાં શિવનગરીનાં પ્રસિદ્ધ વૈજનાથથી જાણીતું મંદિર છે, અહીંનાં લોકો રાવણનાં પૂતળાને બાળવું બહુ મોટું પાપ ગણે છે. આ મંદિરમાં પૂરા શ્રદ્ધાભાવથી પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે અહી રાવણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું.

મધ્યપ્રદેશ :


કહેવાય છે કે મધ્યપ્રદેશનાં મંદશોરમાં રાવણની પૂજા કરવામાં આવે છે, કહેવાય છે કે પહેલા મંદશોરનું નામ દશપુર હતું, જે રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું એટલે આ જગ્યાનું નામ પડ્યું મંદશોર, મંદોદરીનું પિયર હોવાથી રાવણ ત્યાંનો જમાઈ હોવાથી તેના પૂતળા દહનની જગ્યાએ તેના પૂતળાની પૂજા કરે છે. મંદશોર અને ખાનપુરા ક્ષેત્રમાં રાવણ રુંડી સ્થાન પર રાવણની એક વિશાળ મૂર્તિ છે.

બીજું મંદિર મધ્યપ્રદેશનાં વિધિષા જિલ્લામાં એક ગામ છે જયાં રાક્ષસરાજ રાવણનું મંદિર આવેલું છે ત્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે મધ્યપ્રદેશમાં રાવણનું આ પહેલું મંદિર હતું.

કર્ણાટક :



કર્ણાટકનાં કોલાર જિલ્લામાં ફસલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, તે દરમિયાન રાવણની પૂજા કરવામાં આવે છે , આ અવસર પર યાત્રા પણ કાઢવામાં આવે છે. કારણ કે રાવણ ભગવાન શિવનાં ઉપાસક હતા. માટે અહીનાં લોકો રાવણની પૂજા કરે છે, લંકેશ્વવર મહોત્સવના સમયે ભગવાન શિવની સાથે રાવણની પ્રતિમાને પણ યાત્રામાં કાઢવામાં આવે છે. અને બીજા મંદિરની વાત કરીએ તો મંડ્યા જિલ્લાનાં માલવલ્લીમાં રાવણનું એક મંદિર છે.

રાજસ્થાન :



જોધપુર જિલ્લામાં મંદોડારી નામની જગ્યા છે ત્યાં રાવણ અને મંદોદરીનું લગ્ન સ્થળ માનવમાં આવે છે, આ વિવાહનાં સ્થળ પર આજે પણ રાવણની ચબરી નામની એક છત્રી છે. શહેરના ચંદપોર ક્ષેત્રમાં રાવણનું મંદિર બનેલું છે,

ઉત્તર પ્રદેશ :


યુપીના કાનપુર શહેરમાં પણ રાવણની પૂજા થય છે, અહી રાવણનું પ્રસિદ્ધ દશાનંદ મંદિર છે. અહી શિવાલય વિસ્તારમાં દશાનંદ મંદિરમાં શક્તિ સ્વરૂપ રાવણની પૂજા કરવામાં આવે છે. અહી લોકો તેલનો દીવો કરી અને માનતાઓ લઈ પ્રાથના કરે છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 1890 માં કરવામાં આવ્યું હતું, આ મંદિર વર્ષમાં એક વખત દશેરાનાં દિવશે જ ખોલવામાં આવે છે અને મૂર્તિનો શણગાર કરવામાં આવે છે. વર્ષમાં એક વખત જ આ મંદિર ખૂલવાથી અહી ભક્તોની ભારે ભીડ રહે છે, દશેરાની સાંજે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.

બીજી બાજુ ઉત્તર પ્રદેશના જિલ્લા ગૌતમ બુદ્ધ નગરમાં પણ એક એવી જગ્યા છે જયાં રાવણની પૂજા કરવામાં આવે છે, અહીંયા બિસરખ ગામમાં મંદિર છે અને આ ગામ ગાજિયાબાદથી 15 કિલોમીટર દૂર છે. કહેવાય કે આ ગામ રાવણનું ગામ હતું અને આ ગામનું નામ પહેલા તેના પિતાજીના નામ વિશ્વવેશર પરથી જાણીતું હતું અને અત્યારે બિસરખથી જાણીતું છે, એવી જગ્યા કે જયાં ભગવાન રામને નહીં પરંતુ રાવણને પૂજવામાં આવે છે.






Next Story