ખીર કોઈ પણ વસ્તુ માંથી બને તે ખૂબ જ સ્વાદિષ્ટ જ છે. આ એક પરંપરાગત મીઠી વાનગી છે. જે મોટા ભાગના ઘરોમાં બનાવવામાં આવે છે. ત્યારે આજે બીજા નોરતે માં બ્રહ્મચારિણીને ખાંડ કે ખાંડ માંથી બનેલી મીઠાઈનો ભોગ ધરવામાં આવે છે. તો આ શકરિયાની ખીર તમે માતાજીને પ્રસાદના રૂપમાં ધરીને માતાજીનાં આશીર્વાદ મેળવી શકો છો. તો જાણો જાણીએ આ ખીરને બનાવવાની સરળ રેસેપી..
શક્કરીયાની ખીર બનાવવાની સામગ્રી:-
· 4 મધ્યમ કદના શક્કરીયા
· 4 ચમચી ખાંડ
· 1 ચમચી ઘી
· 7 જીણી સમારેલી બદામ
· 5 જીણા સમારેલા કાજુ
· 1 લિટર દૂધ
· કેસર
શક્કરીયાંની ખીર બનાવવાની રેસેપી:-
·માતાજીનો ભોગ શક્કરીયાંની ખીર બનાવવા માટે સૌ પ્રથમ શક્કરીયાને બાફી લો.
· ત્યારે બાદ શકરિયા બફાઈ જાય પછી તેની છાલ ઉતારીને તેને છીણી લો.
· હવે એક કઢાઈમાં ઘી નાખો. પછી તેમાં છીણેલા શક્કરીયાં નાખી શેકી લો.
· આ પછી એક વાસણમાં દુધ ગરમ કરો. જ્યારે તે ઉકાળી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો.
· આ પછી અ શક્કરીયાં નાખી થોડી વાર હલાવતા રહો અનેદૂધ addhઉ થઈ જાય ત્યાં સુધી પકવતા રહો.
· ત્યાર બાદ પાકી જાય એટલે ગેસ બંધ કરી તેમાં સમારેલા કાજુ, બદામ અને કેસર નાખીને બરાબર મિક્સ કરી લો.
· તો તૈયાર છે ભોગમાં ધરવા માટેની શક્કરીયાંની ખીર......