નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માઁ દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ અને બુદ્ધિનો વિકસ થાય છે. સ્ત્રીઓના ખાલી ખોળા ભરાય છે. માતા સ્કંદમાતાની પૂજામાં લીલા રંગનો ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી માતા પ્રસન્ન થાય છે. સ્કંદમાતાને કેળાનો પ્રસાદ પણ ચઢાવો. તેનાથી સ્વાસ્થ્ય લાભ થાય છે અને બીમારીઓથી છુટકારો મળે છે.
ઉપવાસમાં ફળોમાં સૌથી વધુ કેળા ખાવામાં આવે છે. તેથી તમે તમારી માતાને આ રીતે કેળા અર્પણ કરી શકો છો, પરંતુ અન્ય વાનગીઓ છે જે તમે પ્રસાદીમાઁ માતાને અર્પણ કરી શકો છો.
1. કેળાની ખીર :-
નવરાત્રીનાં આ પાંચમા દિવસે માતાજીને પ્રસાદમાં કેળાંની પ્રસાદ પણ ધરી શકો છો, અથવા તો તેમાંથી બનાવેલી વાનગી પા બનાવી શકો છો.
કેળાની ખીર બનાવવા માટેની સામગ્રી :-
કાચા કેળા - 4-5, ગોળ - 2 કપ, ઘી - 4 ચમચી, દૂધ - 2 કપ, ડ્રાય ફ્રૂટ્સ - 1 કપ, એલચી પાવડર - 2 ચમચી
કેળાની ખીર બનાવવા માટેની રીત :-
સૌથી પહેલા કેળાની છાલ ઉતારી લો અને કૂકરમાં પાણી નાખીને ઉકાળો. જ્યારે કેળા ઉકળે, પછી તેને પાણી માંથી કાઢી મેશ કરો. આ પછી પેનમાં ઘી ઉમેરો. તેમાં ખાંડ ઉમેરો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. આ પછી દૂધ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં એલચી પાવડર ઉમેરી શકાય છે. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ રીતે ટેસ્ટી કેળાની માતાજીને પ્રસાદ માં અર્પણ કરો.
1. કાચા કેળાની બરફી :-
કાચા કેળાની બરફી સામગ્રી :-
શક્કરિયા - 1/2 કપ બાફેલું અને મેશ કરેલું, કાચા કેળા - 1 બાફેલું અને મેશ કરેલું, દૂધ – 1 કપ, ખાંડ - ચમચી, ઘી - ચમચી, એલચી પાવડર - ચમચી, પિસ્તા - ગાર્નિશિંગ માટે
કાચા કેળાની બરફી બનવવાની રીત :-
સૌ પ્રથમ શક્કરિયા અને કેળાને બાફીને છાલ કાઢીને મેશ કરો. દૂધને ઉકળવા માટે રાખો. તેમાં બાફેલા અને છૂંદેલા શક્કરિયા અને કેળા મિક્સ કરો. ગઠ્ઠો ન થાય તેનું ધ્યાન રાખો.ધીમી આંચ પર સતત હલાવતા રહો જ્યાં સુધી બધુ દૂધ સુકાઈ ન જાય.
આ પછી તેમાં ઘી ઉમેરીને મિક્સ કરો. અને મિક્સ થઈ જાય પછી તેણે ગેસ પાર્ટી ઉતારી લેવું.પ્લેટના પાછળના ભાગને તેલથી ગ્રીસ કરો. આ પછી આ મિશ્રણને ફેલાવો અને સેટ થવા માટે ફ્રીજમાં રાખો.સેટ થઈ જાય પછી તેને મનપસંદ આકારમાં કાપો. આ રીતે પણ કેળાનો પ્રસાદ બનાવી અર્પણ કરી શકાય.