નવસારી : સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીયાત્રાનું કરાયું ભવ્ય સમાપન, ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ રહ્યા ઉપસ્થિત

New Update
નવસારી : સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીયાત્રાનું કરાયું ભવ્ય સમાપન, ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ રહ્યા ઉપસ્થિત

આઝાદીના અમૃત મોહત્સવને ગાંધીજીની દાંડીકૂચ યાત્રા સાથે જોડીને દેશના વડાપ્રધાને આ મોહત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા છે. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીયાત્રાનું દેશના ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમો થકી ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.

25 દિવસનો લાંબો પગપાળા ચાલતા અમૃત મોહત્સવની આજે સમાપન કાર્યક્રમની ઉજવણી ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના હસ્તે કરવામાં આવી હતી. કોરોના કાળ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને દોઢ હજાર જેટલા ગાંધીપ્રેમીઓ વચ્ચે સમારોહમાં દાંડીકૂચની યાદોને પણ યાદ કરાઇ હતી. અમૃત મોહત્સવના સમાપનમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સિક્કિમના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય પ્રવાસન મંત્રી સહિત નવસારીના સાંસદ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ કોરોનાને પરાસ્ત કરીને ભારત વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરશેનું ગૌરવ બતાવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિએ કોરોના વોરિયરથી વધુ મહત્વ જગતના તાતાને આપ્યું હતું. જે આપણા સૌના અન્નદાતા છે, જે કોરોનાના મહામારીના સમયે પણ બધાને અન્નનો પુરવઠો પૂરો પાડ્યો હતો.

Latest Stories