આઝાદી મળ્યાના વાયરાના 75 વર્ષ અને દાંડીકૂચના 91 વર્ષ થવાના આટ આટલા વર્ષો વીતી ગયા છતાં પણ આઝાદીના આધાર સ્તંભ ગણાતી દાંડીયાત્રાની ભવ્ય ઉજવણી કોંગ્રેસ થકી થઈ શકી નથી, જેની નોંધ સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગે લીધી અને કોંગ્રેસ સરકારને આડે હાથ લઈને કોંગ્રેસ દેશની નથી એવું વેધક બાણ છોડીને નવસારી જીલ્લા ખાતે દાંડી પદયાત્રામાં જોડાયા હતા.
દેશના વડાપ્રધાને શરૂ કરેલ આઝાદીના અમૃત મોહત્સવને લઈને ગાંધીપ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં ગાંધીજીની દાંડી યાત્રાને યાદ કરવામાં આવી રહી છે, ત્યારે સાબરમતી આશ્રમથી નીકળેલ પદયાત્રા નવસારી આવી પહોચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ પણ પોતાના મંત્રી મંડળ સહિત ઉપસ્થિત રહી નવસારીના ધામણ ગામેથી આ પદયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે સિક્કિમમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ આપણા દેશની નથી એવા તીખા પ્રહારો કરીને ભાજપ સરકારના વખાણ કર્યા હતા.