નવસારી : સાબરમતી આશ્રમથી નીકળેલ દાંડી પદયાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત, સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત

નવસારી : સાબરમતી આશ્રમથી નીકળેલ દાંડી પદયાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત, સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત
New Update

આઝાદી મળ્યાના વાયરાના 75 વર્ષ અને દાંડીકૂચના 91 વર્ષ થવાના આટ આટલા વર્ષો વીતી ગયા છતાં પણ આઝાદીના આધાર સ્તંભ ગણાતી દાંડીયાત્રાની ભવ્ય ઉજવણી કોંગ્રેસ થકી થઈ શકી નથી, જેની નોંધ સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગે લીધી અને કોંગ્રેસ સરકારને આડે હાથ લઈને કોંગ્રેસ દેશની નથી એવું વેધક બાણ છોડીને નવસારી જીલ્લા ખાતે દાંડી પદયાત્રામાં જોડાયા હતા.

દેશના વડાપ્રધાને શરૂ કરેલ  આઝાદીના અમૃત મોહત્સવને લઈને ગાંધીપ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં ગાંધીજીની દાંડી યાત્રાને યાદ કરવામાં આવી રહી છે, ત્યારે સાબરમતી આશ્રમથી નીકળેલ પદયાત્રા નવસારી આવી પહોચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ પણ પોતાના મંત્રી મંડળ સહિત ઉપસ્થિત રહી નવસારીના ધામણ ગામેથી આ પદયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે સિક્કિમમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ આપણા દેશની નથી એવા તીખા પ્રહારો કરીને ભાજપ સરકારના વખાણ કર્યા હતા.

#Chief Minister #Navsari #Sabarmati Ashram #Sikkim #Dandi Padayatra
Here are a few more articles:
Read the Next Article