New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-30.jpg)
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના ગુરૂવારના છેલ્લા દિવસે નવસારીમાં ૧૨ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી. નવસારી લોકસભા બેઠક પર કુલ ૨૯ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજે તા.૫ એપ્રિલના રોજ સ્કુટીની હાથ ધરવામાં આવનાર છે.
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના ગુરૂવારના છેલ્લા દિવસે નવસારીમાં ૨૯ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જયારે નવસારી લોકસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સી.આર.પાટીલ તેમજ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ધર્મેશ પટેલ વચ્ચે સીધો જંગ જામશે.