નવસારી : નર્સે 2 મહિલાઓના શોષણથી કર્યો આપઘાત, શારીરિક સંબંધ બાંધવા કરતી હતી મજબૂર!

New Update
નવસારી : નર્સે 2 મહિલાઓના શોષણથી કર્યો આપઘાત, શારીરિક સંબંધ બાંધવા કરતી હતી મજબૂર!

નવસારીની આશાસ્પદ નર્સ મેઘા આચાર્યને પ્રતાડિત કરીને મોતના દરવાજા સુધી પહોંચાડનાર  મુખ્ય આરોપી સહિત સાસુ અને પતિને નવસારી પોલીસે ડિટેન કર્યા છે.

નવસારી સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્યને પોતાની ઉજ્વળ કારકિર્દીમાં ઘણુંબધું એચિવ કરવુ હતું. માતાની વ્હાલી દિકરીને ફરજ દરમિયાન શારીરિક સમાંધાન કરવા મજબૂર કરતી અન્ય સહકર્મીઓએ તેણે હેરાન કરવા કોઈ હદ બાકીના રાખી હતી. ત્યારે આત્મહત્યા પહેલા મેઘાએ લખેલી સુસાઇડ નોટમાં સમાવિષ્ટ પાંચ આરોપી પૈકી ત્રણ આરોપીઓને ડિટેન કર્યા બાદ કોર્ટ એ તમામને રિમાન્ડ ન આપતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે, સાથે જ ફરાર બે મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

એક માસૂમ જિંદગી લંપટ અને હવસખોર અધિકારી અને મહિલા હોવા છતાં બે સાથી કર્મચારીઓના શોષણ સામે જીવનની જીજીવિષા હારી ગઈ. હાલમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે વ્યવસાયિક ક્ષેત્રમાં મહિલાઓને કોઈને કોઈ રીતે ઉપયોગ કરીને આબરૂ નિલાંમ કરતા તત્વો પર લગામ કસવી જરૂરી છે.