નવસારી : દારૂના રવાડે ચઢ્યો હતો પુત્ર, જુઓ પિતાએ એવું તો શું કર્યું કે વિખેરાઈ ગયો પરિવાર..!

New Update
નવસારી : દારૂના રવાડે ચઢ્યો હતો પુત્ર, જુઓ પિતાએ એવું તો શું કર્યું કે વિખેરાઈ ગયો પરિવાર..!

લાડકોડથી ઉછરેલો દીકરો જો દારૂના રવાડે ચઢે તો પરિવાર આર્થિક રીતે ખુમાર થાય છે. તેવામાં નવસારી જિલ્લાના ચીજ ગામે એક મજબુર પિતાએ રોજબરોજના કંકાસથી ત્રાસી આવેશમાં આવી જઈ પુત્રનું કાસળ કાઢી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

જલાલપુર તાલુકામાં આવેલા ચીજ ગામમાં દારૂના રવાડે ચઢેલો પુત્ર અવાર-નવાર માતા અને પિતાને માર મારતો હતો. જેમાં સુમન હળપતિ છેલ્લા ઘણા સમયથી બેકાર હતા. બે પુત્ર અને એક પુત્રી પૈકી એક પુત્રનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાથે જ એકનો એક પુત્ર નિમેષ પણ બેકાર હતો. જે દારૂની આદતના કારણે વારંવાર માતા-પિતાને ગાળો આપવા સાથે માર મારતો હતો, ત્યારે 2 દિવસ અગાઉ પિતાએ ઘરમાં આર્થિક સંકડામણ હોવાની પુત્ર સાથે ચર્ચા કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. જેમાં પિતા ઉપર હાથ ઉગામવા જતાં પિતાએ આવેશમાં આવી ચપ્પુ વડે પુત્ર નિમેષ ઉપર હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત પુત્રનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનામાં પુત્રનું મોત અને પતિના જેલ જવાથી માતા દક્ષા પટેલ હવે સાવ નિરાધાર બની ગઈ છે. હવે તેણી પોતાના ભરણપોષણ માટે બેસહારા બની છે, કેટલીકવાર ઉશ્કેરાટના કારણે ન કરવાનું થાય છે. જેમાં સંબંધોની ગરિમા પણ જળવાતી નથી, ત્યારે ચીજ ગામના સુમન પટેલનો પરિવાર હાલ વિખેરાઈ ગયો છે. ઘરે એકલી આસુ સારતિ માતા પર દુઃખના ડુંગર તૂટી પડતા બહેન અને માતા ચિંતાતુર બની છે.

Latest Stories