/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/11160822/maxresdefault-126.jpg)
21મી સદીના આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાએ માઝા મુકી છે. નવસારી જીલ્લામાં ધાર્મિક વિધિ કરવાના બહાને રામલામોરા ગામના લંપટ તાંત્રિકે મહિલાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે મહિલાની ફરિયાદના આધારે પોલીસે તાંત્રિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા એક સપ્તાહમાં તાંત્રિકો દ્વારા મહિલાઓ સાથે વિધિના બહાને દુષ્કર્મ આચરવાની 2 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં નવસારી જીલ્લામાં પહેલી ઘટનામાં ધાર્મિક વિધિના બહાને 2 બાળાઓને ગર્ભવતી બનાવી દેતા મહારાષ્ટ્રના નંદરબારનો લંપટ તાંત્રિક જેલનાં સળિયા પાછળ ધકેલાઈ ગયો છે, જ્યારે બીજી ઘટના રામલામોરા ગામે બની છે. તાંત્રિક જયેશબાપુ દ્વારા મહિલામાં ભૂત પ્રવેશ કર્યું છે, જેને બહાર કાઢવા માટે તથા પૂર્વ જન્મના પાપો દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેવી લાલચ આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.
જેમાં મહિલાએ હિંમતભેર પોલીસ ફરિયાદ કરતા પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે. 21મી સદીની આધુનિકતા અને અંધશ્રધ્ધા શિક્ષિત સમાજ માટે લાલબત્તી સમાન છે. જેમા નવસારી જીલ્લામાં એક સપ્તાહમાં 2 દુષ્કર્મની ઘટનાઓને પગલે 2 બાળાઓ અને એક મહિલાએ ઢોંગી તાંત્રિકના દુષ્કર્મનો ભોગ બનવું પડયું છે. દોરા-ધાગામાં માનતા અશિક્ષિતો માટે જાગવા તેમજ ચેતી જવાની ઘટનાના પગલે નવસારી જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
/connect-gujarat/media/media_files/2025/07/06/guj-2025-07-06-22-00-37.jpg)