NEETમાં પ્રથમ ક્રમે બિહારની વિદ્યાર્થિની

New Update
મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજોની પ્રવેશ પરીક્ષામાં ફેરફાર 

બિહારની વિદ્યાર્થિની કલ્પનાકુમારીએ દેશની મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)માં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ પરીક્ષા પાસ કરનારા સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશના છે.

કલ્પનાકુમારીએ ૬૯૧ માર્ક અને ૯૯.૯૯ પર્સન્ટાઇલ રેન્ક સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેલંગણાના રોહન પુરોહિત અને દિલ્હીના હિમાંશુ શર્મા બંનેએ ૬૯૦ માર્ક્સ મેળવી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.જયારે દિલ્હીના અરોશ ધામિજા અને રાજસ્થાનના પ્રિન્સ ચૌધરીએ ૬૮૬ માર્કસ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે.

કુલ ૧૩.૩૬ લાખ વિદ્યાર્થીઓએ નીટનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકી ૧૨.૬૯ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭.૧૪ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. ઉત્તર પ્રદેશના ૭૬,૭૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. કેરળમાંથી ૭૨,૦૦૦ જ્યારે મહારાષ્ટ્રમાંથી ૭૦,૦૦૦ ઉમેદવારો પાસ થયા છે.સીબીએસઇએ ૬ મેના રોજ આ પરીક્ષા લીધી હતી. આ પરીક્ષા ૧૩૬ શહેરોમાં ૧૧ ભાષામાં લેવામાં આવી હતી.

Latest Stories