તમિલનાડૂ કેડરના આઈપીએસ અધિકારી સંજય અરોડા દિલ્હીના નવા પોલીસ કમિશનર બન્યા છે. અરોડા 1988 બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં સંજય અરોડા આઈટીબીપીના ડાયરેક્ટર પદ પર કાર્યરત છે. સંજય અરોડા તમિલનાડુ કેડરના આઈપીએસ અધિકારી છે અને મૂળ તો જયપુરના રહેવાસી છે. સંજય ગત નવેમ્બરથી આઈટીબીપીના ડીજી છે. તેઓ આ અગાઉ BSF, CRPFમાં પણ મહત્વના પદ પર રહી ચુક્યા છે. સંજય અરોડા રાકેશ અસ્થાનાની જગ્યા લેશે.

જેમનો કાર્યકાળ આજે ખતમ થઈ રહ્યો છે. સંજય અરોડાએ માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જયપુર (રાજસ્થાન)માંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આઈપીએસમાં જોડાયા બાદ તેમણે તમિલનાડુ પોલીસમાં વિવિધ હોદ્દા પર સેવા આપી હતી. તેમણે કુખ્યાત ચંદનના દાણચોર વીરપ્પન સામેના અભિયાનમાં પણ મોટી સફળતા મેળવેલી છે. જેના માટે તેમને મુખ્યમંત્રી શોર્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

સંજય અરોડાએ પસંદગીના આઈપીએસમાંથી છે, જે અર્ધસૈનિક દળમાં ડેપ્યુટેશન પર કમાંડેંટ પદ પર આવ્યા હતા.IPS સંજય અરોડાએ 1997થી 2002 સુધી કમાન્ડન્ટ તરીકે પ્રતિનિયુક્તિ પર આઈટીબીપીમાં સેવાઓ આપી હતી.તેમણે 1997થી 2000 સુધી ઉત્તરાખંડના મતલીમાં આઈટીબીપી બટાલિયન એક સરહદી કમાન સંભાળી હતી.