રાજ્ય સરકારે ગોધરા અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજને મંજૂરી આપી છે આ અંગે રાજ્યના કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગોધરા અને પોરબંદર ખાતેશૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશન ને અરજી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તા.૨૯મી જુલાઈ,૨૦૨૨ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે ‘લેટરઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યાં છે. હવે ‘લેટરઓફ પરમિશન’ મળશે એટલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ બંને કોલેજો ખાતે ૧૦૦-૧૦૦વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. રાજ્યમાં હાલસરકારી, ગ્રાન્ટઇન એઇડ અને ખાનગી એમ કુલ ૩૧ મેડીકલ કોલેજો મળીને ૫૭૦૦ સીટ છે. ગોધરા અનેપોરબંદરમાં મેડીકલ કોલેજ શરૂ થશે પછી રાજ્યની ૩૩ મેડિકલ કોલેજમાં બેઠકોની કુલસંખ્યા ૫૯૦૦ થશે. બંને મેડીકલ કોલેજો ને નેશનલ મેડિકલ કાઉન્સિલ ની પરવાનગી મળી છે તો કુલ રૂ. ૬૬૦ કરોડના ખર્ચે કાર્યરત થશે. આ રકમમાં કેન્દ્ર સરકારનો ૬૦ ટકા અને રાજ્ય સરકારનો ૪૦ ટકા હિસ્સો છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170