અમરેલી : થોરડી ગામે સિંહે ફાડી ખાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત, વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પુર્યો

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ખેત મજૂરના 6 વર્ષીય બાળકને સિંહ ઉપાડી લઈ જઈ ફાડી ખાધો ટ્રેન્ક્યુલાઈઝરથી સિંહને નિષ્ક્રિય કરી પાંજરે પુરાયો

New Update
  • સાવરકુંડલાના થોરડી ગામે સિંહનો જીવલેણ હુમલો

  • ખેત મજૂરના 6 વર્ષીય બાળકને સિંહ ઉપાડી ગયો

  • સિંહ ફાડી ખાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત થયું

  • બનાવના પગલે વન વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું

  • ટ્રેન્ક્યુલાઈઝરથી સિંહને નિષ્ક્રિય કરી પાંજરે પુરાયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ખેત મજૂરના 6 વર્ષીય બાળકને સિંહ ઉપાડી લઈ જઈ ફાડી ખાધો હતોજ્યારે બનાવના પગલે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા નિષ્ક્રિય કરી પાંજરે કેદ કર્યો હતો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી-રાજુલા બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. થોરડી ગામની સીમમાં આવેલા ખેડૂત અશોક બરવાળીયાની વાડીમાં ભાગ્યા ખેત મજૂરી તરીકે મધ્યપ્રદેશનો પરિવાર કામ કરતો હતો. આ દરમિયાન વાડી વિસ્તરામાં સિંહ આવી ચડતા મજૂર પરિવાર સાથે રહેતા 5 વર્ષીય બાળક ગુલસિંગ હરિલાલ અજમેરાને શિકાર બનાવ્યો હતો. સિંહે બાળકને વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડીને લઈ જઈ ફાડી ખાધો હતો.

 જોકેપરિવાર દ્વારા બાળકને બચાવવા માટે પ્રયાસ કરતા સિંહ સામે હુમલાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. તો બીજી તરફબનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં વનવિભાગની ટીમને બાળકની માત્ર ખોપડીના અવશેષો મળી આવ્યા હતા.

જેને સાવરકુંડલા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેસિંહ દ્વારા માનવમૃત્યુની ઘટનાનો વન વિભાગના અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છેત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર (એક ખાસ પ્રકારની બંદૂકથી જાનવરને બેભાન કરવાનું ઈન્જેક્શન ફાયર કરવામાં આવે છે) દ્વારા નિષ્ક્રિય કરી ગણતરીના કલાકોમાં પાંજરે પુરવામાં સફળ રહ્યું હતું.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.