/connect-gujarat/media/post_banners/531f4fe6f0b8298641bc75a1ea75ae2ffd29684e92c90daf2b8dfeb82b5ab589.webp)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે. તેઓ અંતિમ મેચ જીતીને સિરીઝ 3-1થી જીતવા પર રહેશે. ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા આ મેચમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે. તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, વર્તમાન કોચ રાહુલ દ્રવિડ અને નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણની ચુનંદા ક્લબમાં જોડાઈ શકે છે.
પૂજારાએ આ શ્રેણીમાં અત્યાર સુધી સારી બેટિંગ કરી છે. તેણે ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગ્સમાં અનુક્રમે 7 , 0 , 31 અણનમ, 1 અને 59 રન બનાવ્યા છે. પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 23 ટેસ્ટ રમી છે. આ દરમિયાન તેણે 42 ઇનિંગ્સમાં 1991 રન બનાવ્યા છે. તેની એવરેજ 51.05 રહી છે. પૂજારાએ પાંચ સદી અને 11 અડધી સદી ફટકારી છે. જો તે અમદાવાદ ટેસ્ટમાં વધુ નવ રન બનાવશે તો ઓસ્ટ્રેલિયા સામે તે બે હજાર રન પૂરા કરશે.