New Update
/connect-gujarat/media/media_files/ZyxB48aBxwfYscaRCa5F.jpg)
IND vs CAN
ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. લગભગ દોઢ કલાક સુધી મેચ યોજાવાની રાહ જોવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ટોસ વિના મેચ રદ જાહેર કરવામાં આવી હતી.
ટર્ફ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ માટે લગભગ દોઢ કલાકની રાહ જોવામાં આવી હતી, પરંતુ આઉટફિલ્ડ અહીં મેચ યોજી શકે તેવી સ્થિતિમાં નહોતું. આવી સ્થિતિમાં અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. અહીં ગઈકાલે યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ ટોસ વિના રદ કરવામાં આવી હતી.