લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર, અસદુદ્દીન ઓવૈસીએ બિલ ફાડી નાખ્યું !

લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર થયું. મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો. 288 સાંસદોએ પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 232 સાંસદોએ

New Update
auveshi a

લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર થયું. મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો.

288 સાંસદોએ પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું.લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેને UMEED (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) નામ આપ્યું છે.

હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ ફાડી નાખ્યું. તેમણે કહ્યું - આ બિલનો હેતુ મુસ્લિમોને અપમાનિત કરવાનો છે. હું ગાંધીની જેમ વકફ બિલ ફાડી નાખું છું.બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વકફમાં બિન-ઇસ્લામિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. આવી કોઈ જોગવાઈ નથી. વોટ બેંક માટે લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે.બિલ પર ચર્ચા પછી, ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને ગૃહ દ્વારા ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો.
Advertisment
Advertisment
Latest Stories