પહેલા દિવસે કોવિન એપ પર 1.32 કરોડ લોકોએ કરાવ્યુ રજીસ્ટ્રેશન, રસીકરણ માટેની તારીખ હજી મળી નથી

ગુજરાતમાં નકલી રેમડેસીવીરનું નેટવર્ક ; સુરતમાં નકલી રેમડેસિવિરની ફેક્ટરી પકડાઈ
New Update

18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને કોરોના રસી લગાવવા બુધવારે સાંજે 4 વાગ્યાથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 1.32 કરોડ લોકોએ પહેલા જ દિવસે રસીકરણ માટે નોંધણી કરાવી છે. પરંતુ જે લોકોએ નોંધણી કરાવી છે, તેઓને હજુ સુધી રસીકરણ માટેની તારીખ અને ટાઈમ સ્લોટ વિશે કોઈ માહિતી મળી નથી.

18+ લોકોની રસીકરણ માટે કોવિન અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ઉપરાંત, કોવિન પોર્ટલ પર નોંધણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ લોકોએ આક્ષેપ કર્યો છે કે કોવિન એપ પર નોંધણી દરમિયાન તેમને ઘણી સમસ્યાઓ થઈ છે. આ સિવાય કોવિન પોર્ટલ પર સતત સમસ્યાઓની ફરિયાદો આવતી રહે છે. કેટલાક લોકોને ઓટીપી માટે લાંબી રાહ જોવી પડી હતી. આ સમસ્યાઓને લઈને સોશિયલ મીડિયા પર ઘણા હેશટેગ ટ્રેન્ડ થયા છે. લોકોએ સ્ક્રીનશોટ પણ શેર કર્યા. કેટલાક વપરાશકર્તાઓને સંદેશ પણ મળ્યો હતો કે ફક્ત 45+ લોકો નોંધાયેલા છે.

વેબસાઇટ અને એપ્લિકેશનમાં મુશ્કેલીની ફરિયાદ થયા પછી આરોગ્ય સેતુએ ટ્વીટ કર્યું છે કે કોવિન પોર્ટલ હવે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. સાંજે ચાર વાગ્યે થોડી સમસ્યા આવી. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો નોંધણી કરાવી શકે છે.

હાલમાં ઇન્ડિયા કોરોનાની બે વેક્સિન બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસી ઉપલબ્ધ છે. 1 મે'થી નાગરિકો માટેના કોરોના વાયરસ રસીના પ્રકારો અને તેના ભાવ કોવિન પોર્ટલ પર બતાવવામાં આવશે. 18 થી 44 વર્ષની વયના લોકો કોઈપણ ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર (સીવીસી) પાસેથી પૈસા ચૂકવીને રસી મેળવી શકશે. 45 વર્ષથી ઓછી વયના નાગરિકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કોઈપણ સરકારી સીવીસીથી રસી લઈ શકશે.

#CoronaVaccine #Vaccination #CoronavirusPandemic #cowinapp
Here are a few more articles:
Read the Next Article