અમદાવાદ : ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી

New Update
અમદાવાદ : ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી

રાજયમાં ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી સીસ્ટમનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો., સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ ફેઇસલેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. લોકો ઇમાનદાર છે અને સરકારને પણ તેમના પર ભરોસો-વિશ્વાસ છે. સરકાર પણ આવી ઓનલાઇન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઇઝ ઓફ લિવિગ વધારી રહી છે. હવે આ નવી ODPS-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે. આ ODPS પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવવાની નેમ સીએમ રૂપાણીએ વ્યકત કરી હતી.

Latest Stories