સિંગલવાણના જંગલમાં ખેરનાં વૃક્ષોની ખુલ્લેઆમ કટાઈ
રાત્રે વૃક્ષો કપાયા,જંગલમાં રસ્તા બન્યા હોવાનો આક્ષેપ
સમગ્ર ઘટનાથી વન વિભાગ અજાણ હોવાનો ગ્રામજનો આક્ષેપ
સ્થાનિક ખેડૂતો દ્વારા સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ
ગેરકાયદે વૃક્ષની કટાઈ સામે કાર્યવાહીની કરાઈ માંગ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જના સિંગલવાણ ગામના જંગલમાં ખેરનાં કિંમતી વૃક્ષોની ગેરકાયદે કાપવાનો મામલો સામે આવતા ચકચાર મચી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જના સિંગલવાણ ગામના જંગલમાં ખેરનાં કિંમતી વૃક્ષોની ગેરકાયદે કટાઈ મામલે સ્થાનિક વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે. ગત 27 નવેમ્બરની રાત્રે ખેતર જતા ખેડૂતોને જંગલમાંથી વૃક્ષો કાપવાનો અવાજ સંભળાતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે ત્રણ શખ્સો ફરાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ ખેડૂત પર આરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો અને અગાઉ પણ 10થી 15 દિવસ પહેલા ખેરનાં વૃક્ષો કાપી લાકડા બહાર કાઢવા માટે જંગલમાં રસ્તો બનાવાયો હતો. આ મામલે વોચમેન, ફોરેસ્ટર અને RFOના જવાબો બાદ ગ્રામજનોએ વનકર્મીઓની મિલીભગતની શંકા વ્યક્ત કરીને ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
