ગુજરાત ATSના દાહોદમાં ધામા
ડોકી ગામમાં ATSનું મેગા રિકન્સ્ટ્રક્શન
આતંકીએ ઝાડી-ઝાખરામાંથી હથિયાર મેળવ્યા હતા
AK-47 અને 23 કારતૂસ મેળવ્યા હોવાનો ઘટસ્ફોટ
હથિયાર સપ્લાય ચેઇનની તપાસ તેજ
ગુજરાત ATSની ટીમે વડોદરામાંથી ઝડપેલા શંકાસ્પદ આતંકીને લઈને દાહોદમાં ધામા નાખ્યા હતા.અને ડોકી ગામ નજીક ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
ગુજરાત ATSની ટીમે વડોદરામાંથી ઝડપેલા શંકાસ્પદ આતંકીને લઈને દાહોદમાં ધામા નાખ્યા હતા. આરોપીએ દાહોદ નજીકથી ઘાતક AK-47 રાઇફલ અને જીવતા કારતૂસ મેળવ્યા હોવાની વિગતો સામે આવ્યા બાદ ATSએ દાહોદના ડોકી ગામ નજીક ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
વડોદરાથી ઝડપાયેલા આતંકીએ દાહોદથી હથિયાર મેળવ્યું હોવાની માહિતી મળતા જ ગુજરાત ATSની ટીમ આરોપીને લઈને દાહોદ પહોંચી હતી. દાહોદ નજીક આવેલા ડોકી ગામ પાસે રોડની બાજુમાં આવેલા ઝાડી-ઝાખરામાં ATSએ આતંકી સાથે રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે આતંકીએ પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ આ જ વિસ્તારમાંથી મેળવ્યા હતા. આરોપીએ ઝાડી-ઝાખરામાં છુપાવેલું હથિયાર અને કારતૂસ ત્યાંથી લીધા હોવાની કડીઓ પર ATSએ તપાસ કરી છે.
ATSની પ્રાથમિક વિગતો મુજબ, આતંકી બસમાં બેસીને દાહોદ આવ્યો હતો.ત્યારબાદ બસમાંથી ઉતરીને તે રિક્ષામાં બેસીને ડોકી ગામ સુધી પહોંચ્યો હતો.
મહત્વનું છે કે આરોપી જૈશ-એ-મોહમ્મદના પેડલરના સંપર્કમાં હતો. તેણે ફોન પર મળેલી માહિતીના આધારે ચોક્કસ જગ્યાએથી AK-47 મેળવી હતી.
દાહોદ નજીક ડોકી ગામના જંગલ વિસ્તારમાંથી કોઈ અજાણ્યું શખ્સ હથિયાર મૂકી ગયું હતું અને આતંકીએ તે મેળવ્યું હોવાની માહિતી મળતા જ દાહોદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.
રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ATSની ટીમ આતંકીને સ્થળ પરથી લઈને પરત રવાના થઈ હતી. હવે ATS એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે ડોકીના આ વિસ્તારમાં AK-47 અને કારતૂસ કોણ મૂકી ગયું હતું અને તેની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે.
