ભરૂચમાં ભરણપોષણની રકમ ચૂકવવામાં કસૂર થતાં નામદાર ફેમીલી કોર્ટ દ્વારા 330 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવેલા આરોપીને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. એ ડિવિઝન  પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી હસમુખભાઈ કાલિદાસ મકવાણાને ઝડપી પાડ્યો હતો.

આરોપી વિરુદ્ધ નામદાર પ્રિન્સિપલ ફેમીલી કોર્ટ, ભરૂચની ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 372/2026ના આધારે ભરણપોષણની રકમ ચૂકવવામાં કસૂર બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144(3) હેઠળ 330 દિવસની સાદી કેદની સજા કરવામાં આવી હતી.સજાથી બચવા આરોપી નાસતો ફરતો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપ્યો છે.