/connect-gujarat/media/media_files/2025/11/22/aadhaar-card-update-2025-11-22-17-00-10.jpg)
દેશભરમાં કરોડો લોકો માટે આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંક એકાઉન્ટ ખોલવું હોય, KYC કરાવવું હોય, સરકારી યોજનાનો લાભ મેળવવો હોય કે પાસપોર્ટ માટે અરજી કરવી હોય આધાર વિના કંઈ શક્ય નથી. આવા સમયમાં આધાર કાર્ડમાં એક નાનો ભૂલચૂક પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ખોટું નામ, જુનો એડ્રેસ, ખોટી જન્મ તારીખ અથવા અપડેટ ન થયેલો મોબાઇલ નંબર અનેક સેવાઓમાં વેરિફિકેશન અટકાવી શકે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે UIDAI હવે આધાર અપડેટ પ્રક્રિયામાં મોટા સુધારા કરી રહ્યું છે, જેથી લોકો ઝડપથી અને ઓછા દસ્તાવેજોમાં તેમના આધારની વિગતો બદલી શકે.
UIDAIના નવા સિસ્ટમ હેઠળ, આધાર સુધારણા માટેની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે. હવે વપરાશકર્તાની માહિતી સરકારની અન્ય ડેટાબેઝ—જેમકે PAN, પાસપોર્ટ અને રેશન કાર્ડ—સાથે ઓટોમેટિક ક્રોસ-વેરિફાય થશે. એટલે કે મોટાભાગે ફરી-ફરીને દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નહીં પડે. સૌથી મોટી રાહત એ છે કે UIDAI હવે એડ્રેસ પ્રૂફ તરીકે ઈલેક્ટ્રિસિટી બિલ જેવી યૂટિલિટી બિલ્સને પણ માન્ય કરશે, જેનો લાભ લાખો લોકો લઈ શકે છે.
UIDAI ટૂંક સમયમાં નવા ફીચર્સવાળો સંપૂર્ણ રીતે સુધારાયેલ મોબાઇલ એપ પણ લોન્ચ કરશે, જેમાં સુરક્ષિત ડિજિટલ આધાર અને QR આધારિત વેરિફિકેશન સુવિધા હશે. હવે લોકોને ફોટોકૉપી કે હાર્ડકૉપી લઈને ફરવાની જરૂર નહીં પડે; masked અથવા digital Aadhaar સરળતાથી શેર કરી શકાશે. જોકે, હાલની સ્થિતિમાં આધારની વિગતો અપડેટ કરવાની સૌથી સરળ રીત UIDAIના Self Service Update Portal (SSUP) દ્વારા ઑનલાઇન પ્રોસેસ છે. ધ્યાન રહે કે ઑનલાઇન અપડેટ માટે તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિન્ક કરેલો હોવો જોઈએ.
1. UIDAI SSUP પોર્ટલ પર જઈએ
UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ Self Service Update Portal (SSUP) પસંદ કરો. આ પોર્ટલ દ્વારા તમે નામ, એડ્રેસ, જન્મ તારીખ, જેન્ડર અને મોબાઇલ નંબર જેવી વિગતો અપડેટ કરી શકો છો.
2. OTP વડે લૉગિન કરો
12 અંકનો આધાર નંબર અને Captcha દાખલ કર્યા પછી ‘Send OTP’ ક્લિક કરો. આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલો 6-અંકનો OTP નાખીને લોગિન કરો.
3. Update Demographic Data પસંદ કરો
લૉગિન થયા પછી Update Demographic Data વિકલ્પ પસંદ કરો અને જે માહિતી બદલવી હોય—નામ, એડ્રેસ, જન્મ તારીખ કે મોબાઇલ નંબર—તે સિલેક્ટ કરો.
4. સચોટ માહિતી દાખલ કરો
તમે જે માહિતી દાખલ કરો છો તે તમારા સપોર્ટિંગ દસ્તાવેજ સાથે 100% મેળ ખાતી હોવી જોઈએ. ખાસ કરીને નામ બદલવા માટે UIDAI માત્ર એક જ વાર મોકો આપે છે, એટલે આ સ્ટેપ સૌથી મહત્વપૂર્ણ છે.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રિક્વેસ્ટ સબમિટ કરો અને મળેલો URN નંબર સાચવી રાખો. આ નંબર દ્વારા તમે અપડેટ સ્ટેટસ ટ્રેક કરી શકો છો. UIDAIની વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે નવું e-Aadhaar ડાઉનલોડ કરી શકશો.