આધાર અપડેટની ડેડલાઇન લંબાઈ, જાણો લેટેસ્ટ અપડેટ

અત્યાર સુધી આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 14મી ડિસેમ્બર 2024 સુધીની હતી, પરંતુ હવે આ તારીખ લંબાવવામાં આવી છે. હવે આ તારીખ 6 મહિના માટે લંબાવવામાં આવી છે

New Update
Adharcard Update Date

આધાર કાર્ડ ભારતના નાગરિકોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કેUIDAI દ્વારા જારી કરવામાં આવે છે. ઘણા કામો માટે તમને આ આધાર કાર્ડની જરૂર પડે છે.એવામાં સરકારે હવે આધાર કાર્ડ અપડેટ કરવાની નવી તારીખ જાહેર કરી છે.હાલમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે,ત્યારે તેઓને હવે રાહત મળશે.

અત્યાર સુધી આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે14મી ડિસેમ્બર 2024 સુધીની હતીપરંતુ હવે આ તારીખ લંબાવવામાં આવી છે. હવે આ તારીખ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. હવે તમે તમારું આધાર કાર્ડ ઓનલાઇન ફ્રી માં અપડેટ કરી શકો છો.

આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ14 ડિસેમ્બર 2024 હતીહવે આ તારીખ લંબાવીને 14 જૂન 2025 કરવામાં આવી છે. આ માહિતી UIDAI દ્વારા આપવામાં આવી છે. આવી સ્થિતિમાંજેમણે હજી સુધી પોતાનું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યુંતેમના માટે આ એક રાહતની માહિતી છે.