/connect-gujarat/media/media_files/2025/11/10/grok-2025-11-10-11-21-13.jpg)
એલોન મસ્કે પોતાની AI ચેટબોટ ટેકનોલોજી Grok AI માટે એક નવું અને અનોખું ફીચર રજૂ કર્યું છે, જે યુઝર્સને ફક્ત સેકન્ડોમાં કોઈપણ ફોટોને વીડિયોમાં કન્વર્ટ કરવાની મંજૂરી આપે છે.
આ નવી સુવિધા રજૂ થયા બાદ યૂઝર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને X (પૂર્વે Twitter) પર લોકોએ પોતાના ક્રિએટિવ ક્લિપ્સ શેર કરવાનું શરૂ કરી દીધું છે.
મસ્કે પોતાના X હેન્ડલ પરથી જાહેર કર્યું કે હવે Grok AI ઈન્ટરફેસમાં કોઈપણ ઈમેજ પર લોન્ગ-પ્રેસ કરતા જ એક ઓટોમેટિક “Image-to-Video” એન્જિન રન થશે. આ એન્જિન સ્થિર ફોટોને એનિમેટેડ વીડિયો ક્લિપમાં ફેરવી દે છે. યુઝર્સ ઇચ્છે તો પ્રોમ્પ્ટ એડ કરીને વીડિયોની સ્ટાઇલ, ઇફેક્ટ અને મૂડ પણ કસ્ટમાઇઝ કરી શકે છે. ફક્ત થોડા સેકન્ડમાં વીડિયો તૈયાર થઈ જાય છે અને તેને સીધો શેર કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
એલોન મસ્કે પોતે આ ફીચરનો ડેમો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં સામાન્ય ફોટોને કેવી રીતે એનિમેટેડ મોશનમાં બદલી શકાય તે બતાવાયું છે. મસ્કે આ ટેકનોલોજીને “જાદુઈ અનુભવ” તરીકે વર્ણવી, જે કલ્પનાને તરત જ દૃશ્ય સ્વરૂપમાં ફેરવી દે છે.
ફીચર લાઇવ થયા બાદ, Grok AI ટૂલને યૂઝર્સે મોટાપાયે અજમાવવાનું શરૂ કર્યું છે. અનેક લોકોએ પોતાના સર્જનાત્મક ક્લિપ્સ પોસ્ટ કરીને તેને “AI ક્રિએટિવિટીના નવા યુગની શરૂઆત” ગણાવી છે.
રિપોર્ટ્સ મુજબ, આ ફીચર હાલમાં X એપ અને સ્ટેન્ડઅલોન Grok એપ બંનેમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. એલોન મસ્કે સંકેત આપ્યો છે કે આવતા મહિનાઓમાં Grok AIમાં વધુ પાવરફુલ ટૂલ્સ અને એડવાન્સ્ડ AI ફીચર્સ ઉમેરવામાં આવશે, જે યુઝર્સના ક્રિએટિવ એક્સપિરીયન્સને નવી ઊંચાઈ પર પહોંચાડશે.