ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંકે અંધ લોકો માટે ઉપકરણ બનાવ્યું, લોકોને જોવામાં મદદ કરશે !

ટેકનોલોજી | દુનિયા | Featured | સમાચાર,ઈલોન મસ્કની બ્રેઈન-ચીપ સ્ટાર્ટઅપ કંપની ન્યુરાલિંકે અંધ લોકો માટે એક ઉપકરણ બનાવ્યું, આ ડિવાઈસ એવા લોકોને પણ જોવામાં મદદ કરશે

New Update
Neuralink

ઈલોન મસ્કની બ્રેઈન-ચીપ સ્ટાર્ટઅપ કંપની ન્યુરાલિંકે અંધ લોકો માટે એક ઉપકરણ બનાવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ ડિવાઈસ એવા લોકોને પણ જોવામાં મદદ કરશે જેમણે પોતાની બંને આંખો ગુમાવી દીધી છે. તેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તરફથી મંજૂરી મળી છે. ન્યુરાલિંકે આ ડિવાઈસને બ્લાઈન્ડસાઈટ નામ આપ્યું છે.

મસ્કે કહ્યું કે, આ ઉપકરણ એવા લોકો માટે મદદરૂપ થશે જેમણે પોતાની બંને આંખો ગુમાવી દીધી છે અથવા જેમની ઓપ્ટિક નર્વને નુકસાન થયું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ઉપકરણ જેઓ જન્મથી જ અંધ છે તેમને જોવામાં મદદ કરશે.મસ્કએ કહ્યું કે, આ ઉપકરણ શરૂઆતમાં ઓછા રિઝોલ્યુશનમાં જોવા મળશે. ધીરે ધીરે દૃષ્ટિ સુધરશે. એટલું જ નહીં, ઉપકરણ ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિ ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ તરંગો પણ જોઈ શકશે.