/connect-gujarat/media/media_files/2025/11/17/adhaar-update-2025-11-17-14-21-50.jpg)
આધાર કાર્ડમાં નામની ભૂલ આજે ઘણીવાર લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે, કારણ કે આધાર વિના KYC પૂર્ણ કરવું હોય, નવું બેંક ખાતું ખોલવું હોય કે કોઈ સત્તાવાર કાર્ય કરવું હોય દરેક જગ્યાએ તેની જરૂર પડે છે.
કેટલાક સમયે તમારા નામમાં અથવા પિતાના નામમાં પહેલી વખત સુધારો કરાવ્યા પછી પણ ફરીથી ભૂલ જણાઈ આવે છે, અને લોકોએ સૌથી વધુ પ્રશ્ન એ હોય છે કે બીજી વાર અથવા ત્રીજી વાર નામ બદલાવી શકાય કે નહીં.
UIDAIના નક્કી કરાયેલા નિયમો અનુસાર તમારા આધાર કાર્ડ પર નામ ફક્ત બે વખત બદલી શકાય છે. પહેલી વાર પછી જો સ્પેલિંગની ભૂલ રહે, નામનો ક્રમ બદલવો હોય અથવા લગ્ન પછી બદલાવ કરવો હોય તો બીજી વાર સુધારો સરળતાથી થઈ શકે છે. આવા નાના સુધારાઓ માટે માત્ર ₹50 ની ફી લેવામાં આવે છે અને એક જ અરજીમાં બે ડેટા ફીલ્ડ અપડેટ કરવાની મંજૂરી હોય છે.
https://www.instagram.com/reel/DRJ32E3jrh6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
પરંતુ જો બીજી વાર સુધારા પછી પણ ભૂલ રહે અથવા ખાસ પરિસ્થિતિમાં ફરીથી નામ બદલવાની જરૂર પડે, તો ત્રીજી વાર નામ સુધારવા માટે UIDAIની પ્રાદેશિક કચેરી (Regional Office)ની ખાસ મંજૂરી લેવી ફરજિયાત બની જાય છે. એટલે કે, સામાન્ય રીતે બે વખત ફેરફારની મર્યાદા છે, અને ત્યારબાદના દરેક બદલાવ માટે ખાસ કારણો અને અધિકૃત મંજૂરી જરૂરી છે. તેનું ધ્યાન રાખવું જરૂરી છે કે જન્મ તારીખમાં ફેરફાર ફક્ત એક જ વખત થઈ શકે છે, જ્યારે આધાર કાર્ડમાં ફોટો બદલવાની કોઈ નિશ્ચિત મર્યાદા નથી જરૂર પડે તેટલી વાર અપડેટ કરી શકાય છે. મોબાઇલ નંબર પણ તમે ગમે તેટલીવાર બદલી શકો છો, પરંતુ દરેક અપડેટ માટે યોગ્ય દસ્તાવેજો અને UIDAIની નક્કી કરેલી પ્રક્રિયાઓનું પાલન કરવું અત્યંત આવશ્યક છે.