ઈન્ડિયન નેવીને સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન INS અરિઘાત મળી ગઈ છે. તેને સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડમાં સામેલ કરવામાં આવી છે. તેમાં ઘણા વિવિધ નવા સુધારા કરવામાં આવ્યા છે. આ સબમરીન, બીજી પરમાણુ ઈંધણ અને ભારતીય નૌકાદળની પરમાણુ બેલેસ્ટિક મિસાઇલોથી સજ્જ છે.
ભારતની બીજી ન્યૂક્લિયર સબમરીન INS અરિઘાત અથવા S-3 ઈન્ડિયન નેવીમાં સામેલ થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેને ઈન્ડિયન નેવીને સોંપી હતી. અરિઘાતને 2017માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તેનું પરીક્ષણ ચાલુ હતું. હવે તેને કાર્યરત કરવામાં આવી છે.કમિશનિંગમાં નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, ઈન્ડિયન સ્ટ્રેટેજિક કમાન્ડના ચીફ વાઈસ એડમિરલ સૂરજ બેરી અને ટોચના DRDO અધિકારીઓ હાજર રહ્યા હતા. INS અરિઘાત ભારતના વ્યૂહાત્મક કમાન્ડ હેઠળ કામ કરશે.આ INS અરિહંતનું અપગ્રેડેડ વર્ઝન છે. તે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના શિપ બિલ્ડિંગ સેન્ટર (SBC) ખાતે બનાવવામાં આવી હતી.