Connect Gujarat
અન્ય 

વરસાદની સીઝનમાં કાર ડ્રાઈવિંગ કરતી વખતે એક બટાટું આપનો જીવ બચાવશે, અકસ્માત થશે નહીં

વરસાદની સીઝનમાં કાર ડ્રાઈવિંગ કરતી વખતે એક બટાટું આપનો જીવ બચાવશે, અકસ્માત થશે નહીં
X

ચોમાસાની સીઝનમાં કાર ડ્રાઈવિંગ એક મોટો પડકાર હોય છે. ખાસ કરીને જ્યારે ભારે વરસાદનો માહોલ ચાલી રહ્યો હોય. ત્યારે આવા સમયે ન ફક્ત કારી વિંડશીલ્ડ, વિંડો ગ્લાસ અને ઓરવીએમ પર પાણી પડવાના કારણે વિજિબિલિટી ઓછી થાય છે.

પણ ભેજ જામી જવાના કારણે રસ્તા પર સારી રીતે જોવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આવા સમયે આપણે કેટલાય આઈડીયા અપનાવતા હોઈએ છીએ, ક્યારેક બારી ખોલી ગાડી ચલાવીએ છીએ, તો ક્યારેક ઠંડી હોવા છતાં પણ એસી ચલાવવું પડે છે. વરસાદમાં ઓછી વિઝિબિલિટી ઘણી વાર મોટી દુર્ઘટનાનું કારણ બની જાય છે અને ઘણા લોકો દુર્ઘટનાનો શિકાર બની જાય છે. ત્યારે આવા સમયે આજે અમે આપને એક એવો ઉપાય જણાવીએ છીએ, જે એટલું સરળ છે કે, તેને લઈને કોઈ વિચારી પણ ન શકે.

શું આપે ક્યારેય વિચાર્યું છે કે, એક બટાટાના કારણે કોઈ કાર દુર્ઘટનાને રોકી શકાય. જી બિલ્કુલ આ 100 ટકા સાચું છે. એક બટાટાથી વિઝિબિલિટીને વધારી શકાય છે અને વરસાદનું પાણી આપની કારના કાચ પર ટકશે નહીં, જેનાથી આપને સરળતાથી રસ્તો દેખાશે અને ભારે વરસાદમાં પણ કોઈ તકલીફ વિના કાર ડ્રાઈવ કરી શકશો. તો આવો જાણી બટાટા સાથે શું કરવાનું છે.

કેવી રીતે કામ કરે છે બટાટા:

બટાટામાં મોટી માત્રામાં કાર્બ્સ અને સ્ટાર્ચ હોય છે. જ્યારે આપ તેને કારના કાચ પર રગડશો તો તે કાર્બ્સ કાચ પર એક લેયર બનાવી લેછે. તેનાથી પાણી કાચ પર ટીપા સ્વરુપે રહેશે નહીં અને લપસીને નીચે પડી જશે. જેનાથી વિઝિબિલિટી સારી રહે છે. તેની સાથે ટ્રાંસપરેંટ ક્રીમ જેવી એક લેયર કાચ પર બની જવાના કારણે ટેંપ્રેચર બદલવા છતાં ફોગ એટલું નહીં જામી શકે, જો કે, ત્યાર બાદ પણ અમુક હદ સુધી ભેજ કાચ પર જામી શકે છે, પણ તે પહેલાની માફક નહીં રહે.

કેવી રીતે ઉપયોગ કરશો:

તેના માટે આપને એક બટાટાને વચ્ચે કાપી લેવાનું છે. ત્યાર બાદ બટાટાના કાપેલા ભાગ તરફથી કારના તમામ કાચ પર રગડી દો. તેને ઓવીઆરએમ પર પણ લગાવો. લગાવ્યા બાદ જ્યારે આપ કાચ પર હાથ લગાવશો તો આપને ક્રીમ જેવી એક કોટ તેના પર દેખાશે. આ કોટ આપને વિઝિબિલિટીમાં થતી પ્રોબ્લેમથી બચાવશે. આ સરળ અને સસ્તી રીતથી આપ થોડી મિનિટોમાં જ કરી શકશો.

Next Story