પંચમહાલ : સૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ પંચમહોત્સવ-૨૦૧૯નું કરાયું સમાપન

પંચમહાલ : સૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ પંચમહોત્સવ-૨૦૧૯નું કરાયું સમાપન
New Update

પાવાગઢની તળેટીમાં વડા તળાવના કિનારે આયોજિત જિલ્લાના

સૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ પંચમહોત્સવ-૨૧૦૯નો સમાપન સમારોહ કૃષિ

મંત્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ

જણાવ્યું હતું કે, પંચમહોત્સવના માધ્યમથી પંચમહાલની ઐતિહાસિક વિરાસત, સાંસ્કૃતિક ધરોહર

અને પ્રાકૃતિક સુંદરતાને વિશ્વ ફલક પર પ્રસ્તુત કરવાનો સરકારનો પ્રયાસ સફળ રહ્યો

છે. રાજ્ય સહિત દેશ-વિદેશના મુલાકાતીઓને આકર્ષતા આ 5 દિવસીય સાંસ્કૃતિક જલસાના

પરિણામે વિસ્તારમાં પ્રવાસનના વિકાસ અને રોજગારી સર્જનને નવો વેગ મળ્યો છે. પાવાગઢ

પરિક્રમાના સફળ આયોજનનો ઉલ્લેખ કરતા મા મહાકાળીના દર્શને આવતા શ્રધ્ધાળુઓની સુવિધા

માટે મંદિરના વિસ્તૃતીકરણ, ફોરલેન રસ્તાના નિર્માણ સહિત વડા તળાવને નર્મદાના પવિત્ર પાણીથી ભરવાના

સરકારના  આયોજન વિશે જણાવ્યું હતું.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પોતાના સ્વાગત

પ્રવચનમાં જણાવ્યું હતું કે, 5 દિવસનો આ મહોત્સવ બહાદુર ગઢવી

જેવા સ્થાનિક પ્રતિભાઓને પોતાની કળાના નિદર્શન માટે

જરૂરી પ્લેટફોર્મ પૂરુ પાડવામાં અને સ્થાનિક અર્થતંત્રને વેગવાન બનાવનારો બની

રહ્યો છે. મહોત્સવ દરમિયાન 50 કરતા વધુ ફૂડ સ્ટોલ અને 90થી વધુ ક્રાફ્ટ સ્ટોલની

અંદાજિત 50 હજાર કરતા વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સરકારની ‘બેટી બચાવો બેટી

પઢાવો’ યોજના અંતર્ગત એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં

ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર અને રોકડ

ઈનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે વિવિધ સાંસ્કૃતિક

કાર્યક્રમોની સાથે સાથે સચિન-જિગરની બેલડીની

સંગીતમય પ્રસ્તુતિના તાલે હજ્જારોની જનમેદની ઝૂમી ઉઠી હતી.

#panch mahal
Here are a few more articles:
Read the Next Article