પંચમહાલ: કાલોલના ડેરોલ ખાતે ખાટકીવાસ વિસ્તારમાં ગટરો ઉભરાતા સ્થાનિકોમાં રોષ

New Update
પંચમહાલ: કાલોલના ડેરોલ ખાતે ખાટકીવાસ વિસ્તારમાં ગટરો ઉભરાતા સ્થાનિકોમાં રોષ

કાલોલના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના ખાટકીવાસ વિસ્તારમાં ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના ખાટકીવાસના લોકો કોરોના કાળમાં ગંદકીનો સામનો કરી રહ્યાં છે. ઉપરાંત મેઈન રોડ ઉપર કચરા પેટીના ડબ્બાની બહાર જ બધો જ કચરો જોવા મળે છે. સ્થાનિકો દ્વારા સરપંચ અને તલાટીને વાંરવાર રજુઆત કરવામાં આવી છે છતાય હજી સુધી સમસ્યાનો કોઈ યોગ્ય નિવેડો આવ્યો નથી અને ગટરો ઉભરાતાં ગંદકી ફેલાય છે.

હાલ કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને બીજી તરફ ગટરના પાણી રસ્તા પર ફળી વળતાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે રોગચારો ફાટી નિકલવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ત્યારી વહેલી તકે ગટરના પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે અને ફેલાતી ગંદકીનું નિરાકરણ આવે તેમ સ્થાનિક માંગ કરી રહ્યા છે.

Latest Stories