પંચમહોત્સવ-૨૦૧૯: બીજા દિવસે ઉમટ્યો માનવ મહેરામણ, કિંજલ દવેના સૂરે ઝૂમ્યા લોકો

New Update
પંચમહોત્સવ-૨૦૧૯: બીજા દિવસે ઉમટ્યો માનવ મહેરામણ, કિંજલ દવેના સૂરે ઝૂમ્યા લોકો

પંચમહાલ જિલ્‍લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન

નિગમના સહિયારા ઉપક્રમે જિલ્લાના પાવાગઢ નજીક વડાતળાવ ખાતે આયોજિત કરેલા પાંચમા ચરણના પંચમહોત્‍સવના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. 

સહેલાણીઓએ અહીંના ક્રાફ્ટ બજાર, ફૂડ કોર્ટ, એમ્‍યુઝમેન્‍ટ પાર્કની ભરપુર રંગત માણી હતી. તેમજ સાંજના સમયે શાળાના બાળકો

અને જિલ્લાના નામી અનામી કલાકારો સાથે ગુજરાતના ખ્‍યાતનામ કલાકાર કિંજલ દવેએ સાંસ્‍કૃતિક

કાર્યક્રમમાં ગીતોની રમઝટ બોલાવી હતી. ગીતો પર લોકો મન મૂકીને ઝૂમ્‍યા હતા. 

બીજા દિવસે કાલોલના ધારાસભ્‍ય સુમનબેન ચૌહાણ સહિત

આમંત્રિતો અને મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી પંચમહોત્‍સવને માણ્યો હતો. પંચમહોત્‍સવમાં આજે

ત્રીજા દિવસના સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ખ્‍યાતનામ કલાકાર ભૂમી ત્રીવેદી પોતાની

કલાના ઓજસ પાથરશે.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે

Latest Stories