પંચમહાલ : ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મહાકાળી મંદિર યાત્રાળુઓ માટે બંધ રાખવા લેવાયો નિર્ણય

New Update
પંચમહાલ :  ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મહાકાળી મંદિર યાત્રાળુઓ માટે બંધ રાખવા લેવાયો નિર્ણય

સતત એક વર્ષથી વક્રી રહેલ કોરોના મહામારીમાં પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢના ડુંગર પર બિરાજમાનમાં મહાકાળી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો માઈ ભક્તો દુર દુરથી દર્શન કરવામાં માટે આવતા હોય છે. પંરતુ છેલ્લા એક વર્ષથી દેશભરમાં કોરોના વાયરસની મહામારીમાં ગત વર્ષે પણ મા મહાકાળીના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતાં. જો કે ગત વર્ષેતો દર્શનાર્થીઓ માટે દર્શન કરવા માટે સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ વર્ષે એપ્રિલ માસની તારીખ ૧૨ થી ૨૮ દરમિયાન ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખી કોરોના પરીસ્થીતી વધુ ગંભીર બનતા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પાવાગઢ યાત્રાધામના ટ્રસ્ટી મંડળ દ્વારા કોરોના સંક્રમણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજા વર્ષે પણ પાવાગઢ યાત્રાધામના ડુંગર પર બિરાજમાન મા મહાકાળીનાં દર્શન ભાવિ-ભક્તો માટે દુર્લભ રહશે. મંદિરના ટ્રસ્ટી મંડળના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણને અટકાવવા માટે આ વર્ષે સ્ક્રીન દર્શન પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કોરોના પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ભાવિ-ભક્તો ઘરે બેઠા બેઠા ઓનલાઈન દર્શન કરે તે માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

Latest Stories