પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના આવેલા ગ્રામીણ વિસ્તારમાં દિપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘુસી આવંવાને કારણે હુમલાઓની ઘટના બનતી રહે છે. તેના કારણે અહીના સ્થાનિક ગ્રામવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીના વિસ્તારોમાં દીપડાઓ ઘરમાં માનવ વસ્તી પર આવીને હુમલો કરે છે. ઢોર ચરાવતા ગોવાળો પર પણ હુમલો કરે છે. ત્યારે ઘોંઘબા તાલુકાના કાંટાવેડા ગામ જંગલને અડીને આવેલુ છે. આ ગામમાં રહેતો કિશોર મેહુલભાઇ નાયક જંગલમાં બકરા ચરાવવા ગયો હતો. અચાનક જંગલમાથી દીપડો આવીને હુમલો કર્યો હતો. દિપડા હુમલાને કારણે ઝખમો પડી જતા કિશોર લોહીલુહાણ થઈ ગયો હતો. બનાવની જાણ પરિવારજનો અને ગ્રામવાસીઓને થતા તેઓ બનાવ સ્થળે પહોચ્યા હતા. વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી. કિશોરના મોતને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. બીજો બનાવ ગોયાસુંડલ ગામે બન્યો હતો. જેમાં નિલેશ નામનો કિશોર પોતાના ઘરની બહાર રમતો હતો. તે સમયે દિપડાએ હુમલો કરીને નિલેશ બારીયાને ઝાડીમાં લઈ ગયો હતો. જયા નિલેશનું મરણ થયુ હતું.
પંચમહાલ: ઘોઘંબાના કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામે ખુંખાર દિપડાએ બે બાળકોને ફાડી ખાધા
New Update