પંચમહાલ : સીરાજ એ. ઝભાની ફરજોને યાદ કરી મુખ્યમંત્રીના હસ્તે પ્રશંસનીય સેવા મેડલ દ્વારા સન્માનિત કરાયા

પંચમહાલ : સીરાજ એ. ઝભાની ફરજોને યાદ કરી મુખ્યમંત્રીના હસ્તે પ્રશંસનીય સેવા મેડલ દ્વારા સન્માનિત કરાયા
New Update

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પંચમહાલ

જિલ્લાના પનોતા પુત્ર સીરાજ એ. ઝભાની ફરજોને યાદ કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રશંસનીય

સેવા મેડલ એનાયત કરી સન્માનિત

કરવામાં આવ્યા હાતા.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ગુહયા

મોહલ્લામાં રહેતા અને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત પોલીસ તંત્રમાંથી સેવા

નિવૃત્ત થયેલા સીરાજ એ. ઝભાને પણ તેઓની ઉમદા અને આગવી ફરજોને યાદ કરીને ભારતના

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રશંસનીય સેવાઓ બદલ તેઓને સન્માન સાથે યાદ કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય

રૂપાણીના હસ્તે મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગોધરા શહેરના ગુહયા મોહલ્લાના સામાન્ય પરીવારના આ

ગૌરવવંતા ઇતિહાસના સીરાજ એ. ઝભા દેશની રક્ષા કરવાની તમન્નાઓ સાથે વર્ષ ૧૯૮૪માં

ગુજરાત પોલીસ તંત્રમાં પોલીસ સબ ઈન્સપેક્ટરની કારકિર્દી સાથે જોડાયા હતા. એક પોલીસ

અધિકારી તરીકે કાયદાના ચૂસ્ત પાલનના આગ્રહી કહેવાતા સીરાજ એ. ઝભાએ વિવિધ સ્ક્વોડમાં પણ પોતાની ઉમદા ફરજો માટે ખૂબ જાણીતા હતા.જેમાં મુખ્યત્વે સમગ્ર

ભારતમાં હાહાકાર પ્રસરાવનારા સુરતમાં ૨૦૦૮માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ માટે પ્લાનટેશન

કરવામાં કુખ્યાત ષડયંત્રકાર ચહેરાઓને ઝબ્બે કરવામાં સીરાજ એ. ઝભા પોલીસ તંત્રની આ

પ્રશંસનીય કામગીરીઓમાં મુખ્ય ચહેરા તરીકે સામેલ હતા. આ ઉપરાંત અત્યંત ચર્ચાસ્પદ

નયન કાચરોલા મર્ડર કેસના રહસ્યો પણ તેઓએ સફળતા પૂર્વક ઉકેલ્યા હતા. સુરતના આંગણેથી

દેશભરમાં ભારે સ્તબદ્ધા પ્રસરાવનારા આશારામ તથા નારાયણ સાંઈના હાઈ પ્રોફાઇલ બનેલા

બળાત્કારના કેસમાં પણ એક પોલીસ અધિકારી તરીકે સીરાજ એ. ઝભાએ કાયદેસરની સખ્ત ફરજો

સાથે અગત્યની ભૂમિકાઓ તો ભજવી પરંતુ બળાત્કારી નારાયણ સાંઈ દ્વારા કરવામાં આવેલ ૫

કરોડ રૂપિયાની લાંચની ઓફરને એસીબીના સકંજામાં લાવીને ગુજરાત પોલીસ તંત્રને ગૌરવ

અપાવ્યું હતું આ કિસ્સો આજે પણ ગુજરાત પોલીસ તંત્ર અને પ્રજાજનોમાં હંમેશા યાદગાર

બન્યો છે.

#panch mahal
Here are a few more articles:
Read the Next Article