પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ
New Update

રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના તાલે માનવ મહેરામણ હિલોળે ચઢયું હતું...

ગુજરાતની ભાજપ સરકાર કોરોનાના સંક્રમણને રોકવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું રાજયનો દરેક સામાન્ય નાગરિક માની રહયો છે. હાઇકોર્ટની ફટકાર બાદ રાજય સરકારે લગ્નપ્રસંગોમાં 50થી વધારે માણસો ભેગા કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે પણ આ નિયમ માત્ર સામાન્ય નાગરિકોને લાગુ પડતો હોય તેમ લાગી રહયું છે. સત્તાના મદમાં છકી ગયેલાં ભાજપના નેતાઓ તેમની જ પાર્ટીની સરકારની ઇજજતના ધજાગરા ઉડાવી રહયાં છે. આપ જે વિડીયો જોઇ રહયાં છો તે ઘોઘંબા તાલુકાના જોઝ ગામનો છે. લગ્ન પ્રસંગમાં માત્ર 50 માણસો હોવા જોઇએ તેના બદલે માનવ મહેરામણ ડીજેના તાલે હિલોળે ચઢયું છે. આ વિડીયો ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન છેલાભાઇ રાઠવાના પુત્રના લગ્નનો છે. ગોતરડાની રસમમાં ભાજપના આ નેતા મહાશયે કોરોનાની ગાઇડલાઇનને નેવે મુકી દીધી હતી. ડીજેનું આયોજન કરવામાં આવતાં માનવ મેદની ઉમટી પડી હતી પછી તો શું ન તો કોઇએ માસ્ક પહેર્યા હતાં કે ન જળવાયું સોશિયલ ડીસટન્સ... ભાજપના નેતાનો વિડીયો વાયરલ થયાં બાદ રાજયના સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી કોરોના કાળમાં પણ અસંવેદના બતાવી હજારોની મેદની એકત્ર કરનારા તેમની જ પાર્ટીના નેતા સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

#Corona Virus #BJP #BJP leader #Gujarat News #Covid guideline #virus spreading #Panchamahal Police #panchamahal collector
Here are a few more articles:
Read the Next Article