પાનોલી GIDCમાં આવેલ ઇસાગ્રો કંપની ખાતે કરાયું એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

પાનોલી GIDCમાં આવેલ ઇસાગ્રો કંપની ખાતે કરાયું એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
New Update

તા.૧૦મી મેના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ઇસાગ્રો કંપની ખાતે એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં કંપનીના કામદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે કંપનીના એચ.આર હેડ વિહંગ આકાશ ભટ્ટે જણાવ્યું હતું કે ૧૭ વર્ષ પછી આ ઇસાગ્રિ પ્રીમીયર લીગ શરૂ કરીએ છીએ આ લીગ એક લીમિટેડ ઓવરની એમ્પલોઇ મોટીવેશન માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ છે.અને આશા સેવું છું કે કંપની દ્વારા પ્રતિવર્ષ એમ્પોઇઝના મોટીવેશન માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી રહે તેમજ આસપાસની કંપનીઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે અને પોતાના એપ્લોઇઝને મોટીવેટ કરે.

Here are a few more articles:
Read the Next Article