New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/13155350/maxresdefault-145.jpg)
દિવાળીના તહેવારની શરૂઆતમાં લોકો પોતાના વતનની વાટ પકડી છે ત્યારે ST બસો અને ખાનગી બસોમાં ધસારો જોવા મળી રહ્યો છે. ધનતેરસના દિવસથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોનો ધસારો વધ્યો છે. જો કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં ઘટાડો છે. કોરોનાની અસર મુસાફરી પર પણ જોવા મળી રહી છે.
સલામત સવારી એસટી બસ કોરોનાનું નવું ઘર બની રહી છે. 75 ટકા કેપેસિટી સાથે બસો શરૂ કરવાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. દિવાળીના તહેવારને લઈ એસટી સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. પણ સાથે કોરોનાકાળમાં બસપોર્ટ પર કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી એટલું જ નહીં પરંતુ મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવતું નથી. થર્મલ ગનથી તાપમાન પણ માપવામાં નથી આવતું. વતનનમાં જઇ રહેલી જનતા એસટી વિભાગની બેદરકારીનો ભોગ બની રહી છે.
Latest Stories