રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરશે. તેઓ સવારે સાડા અગિયાર કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. અહીં પહોંચ્યા બાદ તેઓ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.
ત્યારબાદ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.