/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/01091346/pm-modi-lko-rally-759.jpg)
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 3 નવેમ્બરે વોટિંગ થવાનું છે. જે સીટ પર બીજા તબક્કામાં વોટિંગ થવાનું છે તે સીટ માટે પ્રચાર આજે PM મોદી દ્વારા 4 રેલી યોજીને કરાશે. સત્તાધારી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધને પણ ચૂંટણી પ્રચારમાં પોતાના તમામ પ્રયાસો કર્યા છે. એનડીએની તરફથી PM મોદીની સતત એક પછી એક રેલીઓ થઈ રહી છે.
PM મોદી 1 નવેમ્બરે બિહારમાં 4 રેલીને સંબોધિત કરશે. પહેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ 3 રેલી સંબોધિત કરવાની હતી. જેમાં છપરા, સમસ્તીપુર અને મોતિહારીનો સમાવેશ કરાયો હતો. પરંતુ હવે તેમાં એક નવી સભાને પણ જોડવામાં આવી છે.
આ ચોથી સભા બગહામાં કરવામાં આવી શકે છે. તેને પહેલાં ચરણના મતદાન બાદના ફીડબેકના આધારે યોજવામાં આવી છે. પીએમ મોદીની પહેલી રેલી છપરામાં સવારે 10 વાગે, સમસ્તી પુરમાં 11.30 વાગે અને મોતિહારીમાં 1 વાગે યોજાશે. પીએમ મોદીની અંતિમ રેલી બગહામાં બપોરે 3 વાગે થશે.
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે PM મોદીએ 23 ઓક્ટોબર, 28 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 3 નવમ્બરે 3 જનસભા કરવાની હતી. હવે તેમાં થોડો ફેરફારા છે. આજે PM 4 જનસભા કરશે અને 3 નવેમ્બરે તેમની 2 રેલી રહેશે. તમામ દિવસોમાં પીએમની સાથે મુખ્યમંત્રી નિતિશ કુમાર પણ મંચ પર હાજર રહેશે