-
અંકલેશ્વરમાં ચૂંટણી વચ્ચે ચકચારી બનાવ
-
અપક્ષ ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ
-
છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાઇ
-
પ્રવીણ માસ્ટર સામે ગુનો નોંધાયો
-
ફરિયાદ રાજકીય ષડયંત્રના ભાગરૂપે કરાય હોવાનું નિવેદન
અંકલેશ્વર: વોર્ડ નંબર-1ના અપક્ષ ઉમેદવાર પ્રવીણ માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની પોલીસ ફરિયાદ, શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી
અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ ગુજરાત | ભરૂચ | સમાચાર
અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, એક શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017 થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ તેના પર અયોગ્ય માંગણીઓ કરી હતી. શિક્ષિકા દ્વારા ના પાડતાં, તેને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાનો પણ આરોપ મૂકાયો છે.આ સમગ્ર મામલે પ્રવીણ મોદી સિવાય ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રવીણ મોદી હાલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે.
આક્ષેપોને લઈને પ્રવીણ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને હજી સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને આ ફરિયાદ રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું છે.પોલીસ તપાસ ચાલુ હોવાથી મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
