પાન ઈન્ડિયા સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં તેની મોટા બજેટની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ પર જોરશોરથી કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિનના હાથમાં છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સાય-ફાઇ ફિલ્મનું નિર્માણ વૈજયંતી મૂવીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ ગત વર્ષથી બની રહી છે. અગાઉ તે 2022માં જ રિલીઝ થવાની હતી, પરંતુ મોટા પાયે ફિલ્માંકનને કારણે તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવી પડી હતી. પરંતુ હવે વૈજયંતી મૂવીઝના નિર્માતા સી અશ્વિની દત્તે ફિલ્મની તારીખને લઈને મોટું અપડેટ આપ્યું છે. નિર્માતાએ વધુમાં ઉમેર્યું હતું કે ‘પ્રોજેક્ટ કે’ એ ‘એવેન્જર્સ’ પ્રકારની ફિલ્મ હશે જે દરેકને આશ્ચર્યચકિત કરી દેશે. તેણે દાવો કર્યો હતો કે લોકોએ આ પહેલા ક્યારેય પ્રભાસ અને અમિતાભ બચ્ચનને આવા અવતારમાં જોયા નથી.