-
ભરૂચમાં રાજકારણ ગરમાયુ
-
કોંગ્રેસના આગેવાન જોડાયા AIMIMમાં
-
મેન્ડેટકાંડમાં કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ્દ થયું હતું
-
કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવ્યા હતા
-
AIMIMમાં સમર્થકો સાથે જોડાયા
ભરૂચ: કોંગ્રેસમાંથી ફોર્મ રદ્દ થતા કુટુબુદ્દીન પટેલ જોડાયા AIMIMમાં, કોંગ્રેસના આગેવાનોના સળગાવ્યા હતા પોસ્ટર
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેડ કાંડમાં કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ્દ થતા તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી AIMIMમાં જોડાવાનો નિર્ણય કર્યો ગુજરાત | સમાચાર
ભરૂચ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ “મેન્ડેટ કાંડ” હવે નવા વળાંક પર પહોંચ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કુતુબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ્દ થતા તેમણે પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટનાના પગલે કુતુબુદ્દીન પટેલ AIMIM પાર્ટીમાં જોડાઈ ગયા છે, જે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર મામલો શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ વચ્ચેના મેન્ડેટ વિવાદને કારણે ઉદ્ભવ્યો હતો. બંને સ્તરે કોણે અધિકૃત ઉમેદવાર જાહેર કરવો તે મુદ્દે ગૂંચવણ સર્જાઈ હતી, જેના પરિણામે અંતે ઉમેદવારી પ્રક્રિયામાં વિક્ષેપ થયો. વિરોધ સ્વરૂપે, કુતુબુદ્દીન પટેલ અને તેમના ટેકેદારોએ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટરો સળગાવ્યા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.હવે AIMIMમાં જોડાયા બાદ કુતુબુદ્દીન પટેલે જણાવ્યું છે કે તેઓ AIMIMના ઉમેદવારોને જીતાડવા માટે પૂરજોશમાં મહેનત કરશે.
