રાહુલનું હાથરસ જવાનું એલાન, કહ્યું- વિશ્વની કોઈ શક્તિ મને નહીં રોકી શકે

New Update
રાહુલનું હાથરસ જવાનું એલાન, કહ્યું- વિશ્વની કોઈ શક્તિ મને નહીં રોકી શકે

રાહુલ ગાંધી આજે ફરીથી હાથરસ જવા રવાના થઈ શકે છે. ઉત્તર પ્રદેશના હાથરસની ચકચારી ગેંગરેપ ઘટનામાં પીડિતાના ન્યાય માટે ચોતરફથી અવાજ ઉઠી રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીડિતાના પરિવારને મળવા એક વખત પોલીસની કાર્યવાહી બાદ ફરીથી હાથરસ જશે. આજે બપોરે હાથરસ જવા રવાના થશે.

હાથરસ ગેંગરેપની ઘટના અંગે કોંગ્રેસ આક્રમક છે. પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી પીડિતના પરિવારજનોને મળવા માટે બે દિવસ પહેલા હાથરસ જવા રવાના થયા હતા. ત્યારબાદ પોલીસે ગ્રેટર નોઈડાના પરી ચોક પર બંનેને અટકાવ્યા હતા અને તેમને પાછા દિલ્હી મોકલી દીધા હતા.

જો કે, રાહુલ ગાંધી આજે ફરી હાથરસ માટે રવાના થશે. રાહુલ ગાંધીએ હાથરસ જવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, વિશ્વની કોઈ શક્તિ મને હાથરસ જવાથી અને આ દુખી પરિવારને મળી તેમની પીડા વહેંચવાથી રોકી નહીં શકે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં કહ્યું કે આ પ્યારી દીકરી અને તેના પરિવાર સાથે યુપી સરકાર અને તેની પોલીસ દ્વારા કરવામાં આવતા વ્યવહારને હું સ્વીકારતો નથી. કોઈ પણ ભારતીયએ આ સ્વીકારવું જોઈએ નહીં.

એમ કહેવામાં આવે છે કે તેઓ બપોરે હાથરસ જવા રવાના થશે. કોંગ્રેસના સાંસદોની એક પાર્ટી પણ તેમની સાથે રહેશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ પ્રતિનિધિ મંડળ પીડિત પરિવારના સભ્યોને મળશે અને તેમની પીડા શેર કરશે. કોંગ્રેસે પીડિતાના પરિવારને ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપ કરતાં કહ્યું છે કે, સરકાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને અને મીડિયાને બંધ કરીને પીડિતના પરિવારને નિરાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.

રાહુલ ગાંધીએ હાથરસની ઘટના સંદર્ભે યુપી સરકાર સામે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે. ગામમાં ભારે પોલીસ બંદોબસ્તની તહેનાથી લઈને ગામની સીમા સીલ કરવા સુધીની રાહુલે દરેક વિષય પર ટ્વિટ કરીને જવાબ આપ્યો અને સીએમ યોગીની આગેવાની હેઠળની યુપી સરકારને ઘેરી લીધી. જ્યારે પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વાલ્મીકી મંદિરમાં હાથરસના પીડિત માટે આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

રાહુલ ગાંધી બે દિવસ પહેલા પણ બહેન પ્રિયંકા સાથે હાથરસ માટે રવાના થયા હતા, પરંતુ પોલીસે તેને ગ્રેટર નોઈડાના પરી ચોક વિસ્તારમાં અટકાવ્યા હતા અને ધરપકડ કર્યા પછી તેને પાછા દિલ્હી મોકલી દીધા હતા. આ દરમિયાન, હાથરસ જવાની જીદ પર અડગ રાહુલ ગાંધી, તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. રાહુલ ગાંધી ધક્કો લાગવાની પડી પણ ગયા હતા. ભાજપે તેને ફેશન પરેડ ગણાવી તંજ કર્યા હતા.

આ કેસમાં, નોઇડા પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 153 કોંગ્રેસના નેતાઓ અને 50 અજાણ્યા લોકો સામે એફઆઈઆર પણ નોંધી હતી. આ એફઆઈઆર રોગચાળો અધિનિયમ અને કલમ 144 નો ભંગ કરવા માટે દાખલ કરવામાં આવી હતી.

Latest Stories