• ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીઓની સાગમટે ફેર બદલી

  • જુનાગઢ રેન્જ IG તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાની નિયુક્તિ થઈ

  • ચાર્જ સંભાળતા પહેલા સોમનાથ મહાદેવના સાનિધ્યે પહોચ્યા

  • મહાદેવ સમક્ષ શીશ ઝુકાવીને પૂજન-અર્ચન અને દર્શન કર્યા

  • પ્રભાસપાટણ પોલીસ મથકે તેઓને ગાર્ડ ઓફ ઓનર અપાયું 

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીઓની સાગમટે ફેર બદલી કરવામાં આવી છે. જેમાં જુનાગઢ રેન્જના IG નિલેષ જાજડીયાને વડોદરા સીટી JCP તરીકે મુકવામાં આવ્યા છેજ્યારે જુનાગઢ રેન્જ IG તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાની નિયુક્તિ કરવામાં આવી છે.

જુનાગઢ રેન્જ એટલે જુનાગઢગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાની રેન્જ હાલ IGPની હતી. પરંતુ પોસ્ટને ડાઉન કરી DIG કરવામાં આવી છે. રાજેન્દ્રસિંહ ચુડાસમાને જુનાગઢ મુકવામાં આવ્યા છે. તેમની પાસે વધારાનો ચાર્જ એટલે પોલીસ ટ્રેનીંગ સેન્ટર કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટેટ રીઝર્વ પોલીસ ટ્રેનીંગ સેન્ટર ચોકીનો હવાલો રહેશેત્યારે ચાર્જ સંભાળતા પહેલા રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોચ્યા હતાજ્યાં તેઓએ શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજન-અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગીર સોમનાથ જીલ્લામાં રાજેન્દ્રસિંહ ચુડાસમાનું સતત ત્રીજી વખત પોસ્ટીંગ થયું છેત્યારે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી રેન્જ IGP રાજેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર જીલ્લાની જનતાને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અપીલ કરી હતી. આ અવસરે ગીર સોમનાથ એસપી જયદિપસિંહ જાડેજાડીવાયએસપીપીઆઇ સહીતના પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.