રાજકોટ મહિલા પોલીસે ઉજવ્યું અનોખું રક્ષાબંધન...!

New Update
રાજકોટ મહિલા પોલીસે ઉજવ્યું અનોખું રક્ષાબંધન...!

ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને રાજકોટ મહિલા પોલિસ દ્વારા બાંધવામા આવી રાખડી

દેશભરમા આજે રક્ષાબંધનના પવિત્ર તવેહારની ઉજવણી કરાઈ રહી છે. તો બિજી તરફ રાજકોટ પોલિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ અનોખો પ્રયોગ હાથ ધરવામા આવ્યો હતો. રાજકોટ શહેર પોલિસ દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકોને હાથે રાખડી બાંધી મોં મિઠા કરાવવામા આવ્યા હતા.

તેમજ તેમને શપથ પણ લેવડાવવામા આવ્યા હતા. જે શપથ અંતર્ગત લખાવડાવવામા આવ્યુ હતું કે આજ બાદ તેઓ ક્યારેય પણ ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન નહી કરે.

ત્યારે કનેકટ ગુજરાત સાથેના વાતચીતમાં ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરનારાઓ કહ્યું હતું કે રાજકોટ પોલિસ દ્વારા જે અભિયાન છેડવામા આવ્યો છે. તે ખૂબ સારો છે. આજ બાદ તેઓ ક્યારેય પણ ટ્રાફિક નિયમનનુ ઉલ્લંઘન નહી કરે. તો બીજી તરફ મહિલા પોલિસ દ્વારા તેમના દિર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામા આવી હતી.

Latest Stories